Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લક્ષ્‍‍મીનગરમાં લુખ્ખાઓ બેફામ : યુવાનને પરીવાર સમેત મારી નાંખવાની ધમકી

લક્ષ્‍‍મીનગરમાં લુખ્ખાઓ બેફામ : યુવાનને પરીવાર સમેત મારી નાંખવાની ધમકી

રાજકોટ. તા.02 લક્ષ્‍મીનગરમાં ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી જઈ ધમાલ મચાવી હતી. યુવાને કરેલી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી ગાળો ભાંડી આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલામાં માલવિયાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે લક્ષ્‍મીનગર મેઈન રોડ પર મધુવન સોસાયટી 5/7 માં રહેતી 24 વર્ષીય યુવતી પાયલબેન ઈશ્વરભાઈ પરમારે આરોપી તરીકે મિત હિતેષ હાથી, નિષિલ ઉર્ફે નિર્ભય ચેતન હાથી, આદિત્ય ભાવેશ વાઘેલા અને હર્ષ કાચાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.

09/05 ના રોજ રાત્રીના 11 વાગ્યે તેમનો પરિવાર તેમજ મોટા બાપુના પરીવારના સભ્યો પણ ઘરે હાજર હતા.

દરમિયાન ઘર નીચેથી ગાળાગાળીનો અવાજ આવતા યુવતી અને તેની બહેન પ્રિયંકા નીચે ઉતરી જોવા જતાં મોટા બાપુના દીકરા હર્ષ અને સંબંધી રવિરાજસિંહ રાઠોડ સાથે મીત હાથી, નિષીલ ઉર્ફે નીર્ભય હાથી, અગાઉ અમારા ઘર પાસે રહેતો આદિત્ય વાઘેલા અને એક અજાણ્યો શખ્સ માંથાકુટ અને ગાળા ગાળી કરતા હતા.

આરોપીઓ ભાઈ હર્ષ પરમારને ગાળો આપતાં હતા. મીત હાથી પોતાના હાથમાં છરી રાખી કહેતો હતો કે, તે મારા વિરુધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદ પાછી ખેંચી લે નહીતર તને જીવતો રહેવા નહી દઉં. જયારે રવિરાજસિંહ સહિતના સામાવાળાને સમજાવતા હતા.

નિષીલ ઉર્ફે નીર્ભય પણ ગાળાગાળી કરી ધમકી આપતો હતો. યુવતી વચ્ચે પડીને તમામને સમજાવતો હતો તે દરમિયાન સામાવાળા ચારેય શખ્સો તેને અને પરીવારને મારી નાખવાની ઘમકી આપી જતા રહેલ હતા. બાદમાં અજાણ્યા શખ્સનું નામ હર્ષ કાચા હોવાનું જાણવા મળતા યુવતીએ ચારેય વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા બાપુના દીકરા હર્ષ પરમારે મીત હાથી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લોન અને દાગીના બાબતે ફરીયાદ કરી હોય તેનો ખાર રાખી ચારેય શખ્સોએ અમારા ઘરે ધસી આવી માથાકૂટ કરી ખૂનની ધમકી આપી હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar