તાજેતરમાં જ લાયન્સ કલબ વિસાવદર દ્વારા ભુજ ખાતે લાયન્સ કલબસ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વર્ષ 2025/26 એમ.જે.એફ લાયન અભયભાઈ શાહ દ્વારા આયોજિત તેમજ કાર્યક્રમના કો.ઑર્ડિનેટર પી. ડી.જી એમ.જે.એફ લાયન ડો. ભરતભાઈ મહેતાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ડિસ્ટ્રિક્ટની કલબોના સેવાના સાથીઓના સન્માન અર્થે એવોર્ડ નાઈટ "ગૌવરમ્' નું ભવ્યાતિભવ્ય જાજરમાન આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ કેટેગરી વાઈઝ બહોળી સંખ્યામાં લાયન મેમ્બર્સ થી લાયન હોદેદારોનું સમારોહમાં ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત પી.ડી.જી ઓ ની પ્રેરક ઉપસ્થિતમા અદકેરું સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રેસિડેન્ટ તેમજ ઝોન ચેરમેન ઝોન 11 લાયન વર્ષ 2025/26 લાયન રમણીકભાઈ ગોહેલ દ્વારા વર્ષ 2025/26 ના મલ્ટિપલ એવોર્ડ વિજેતાઓ તેમજ વ્યક્તિ વિશેષ નું ખેસ, મોમેન્ટમ તેમજ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ

