Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લોકમેળાની યાંત્રીક રાઈડ્સના પ્લોટ માટે પડાપડી : અપસેટથી 25થી 30 હજારની વધુ આવક મળી

લોકમેળાની યાંત્રીક રાઈડ્સના પ્લોટ માટે પડાપડી : અપસેટથી 25થી 30 હજારની વધુ આવક મળી

રાજકોટ તા.5 રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા યાંત્રીક રાઈડ્સના 34 પ્લોટ માટે આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે હરરાજી જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં તમામ 34 પ્લોટ ખરીદવા માટે યાંત્રીક રાઈડ્સના ધંધાર્થીઓએ પડાપડી કરી ખરીદી લીધા હતા.

યાંત્રીક રાઈડસના આ તમામ 34 પ્લોટ અપસેટ પ્રાઈઝ કરતા રૂા.25થી 30 હજારની વધુ કિંમતે વેચાતા કલેકટર તંત્રને લોકમેળાના સ્ટોલ અને પ્લોટની ખાસ્સી આવક થવા પામી હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખાણી-પીણીના સ્ટોલની હરરાજી કરવામાં આવી હતી. જેમાં 29 સ્ટોલમાં રેકોર્ડબ્રેક 48 લાખની આવક થવા પામી હતી. એકસ્પોના બે સ્ટોલ પણ રૂા.5.40 લાખમાં, ખાણીપીણીના ધંધાર્થીઓને અપાયા હતા.

અહીં એ ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલ હરરાજીમાં યાંત્રીક રાઈડસના ઈ-કેટેગરીના પાંચ પ્લોટ માટે અપસેટ પ્રાઈઝ રૂા.3.35 લાખ, એફ કેટેગરીના 3 પ્લોટ માટે 2.25 લાખ, જી કેટેગરીના 20 પ્લોટ માટે 4.30 લાખ અને એચ કેટેગરીના 6 પ્લોટ માટે 4.10 લાખ અપસેટ પ્રાઈઝ મુકવામાં આવી હતી. યાંત્રીકના આ પ્લોટમાં કલેકટર તંત્ર દ્વારા મુકાયેલ અપસેટ પ્રાઈઝ કરતા વધુ રકમ કલેકટર તંત્રને મળવા પામી હતી.

લોકમેળામાં NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડ-ટુ રહેશે

► જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતી દ્વારા એકશન પ્લાન તૈયાર

રાજકોટ તા.5
કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં પ્રતિવર્ષ મેળાને માહોલવા માટે 15 લાખથી વધુ જનમેદની ઉમટી પડતી હોય સુરક્ષા માટે જીલ્લા કલેકટર તંત્ર ખાસ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે.

જેમાં ગત વર્ષની જેમ જ આ વખતે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ-ટુ રહેશે. મેળા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને કે ભાગદોડ ન મચે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

આ ઉપરાંત લોકોની સુરક્ષા માટે નેશનલ ડીઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar