નવી દિલ્હીઃ દિલ્હીના જંતર મંતર આંદોલનમાં પોલીસ-અર્ધલશ્કરી દળોના દમન અંગે તપાસની માંગણી કરતી અરજીની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે મંતવ્ય વ્યક્ત કર્યુ કે યુવાનોની વાતો સાંભળવી જોઈએ.
ચીફ જસ્ટીસ સુર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે આ પ્રકારના આંદોલન સમયે તંત્રએ અત્યંત સંયમ રાખવો જોઈએ તેવી સલાહ આપી હતી. ચીફ જસ્ટીસે મંતવ્ય વ્યક્ત કર્યુ કે હિંસા રોકવા માટે કોઈ હિંસક જવાબ એ પરીસ્થિતિ સુધારવાના બદલે તેને વધુ ભડકાવી શકે છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ અન્ય એક અરજી આપી હતી. જેમાં આરોપ મુકાયો કે દેશના અન્ય ભાગોમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલન સમયે જે પથ્થરમારો તથા હીંસા થઈ તે માટે કોકરોચ જનતા પાર્ટીને જવાબદાર ગણવા જોઈએ.
સુપ્રીમકોર્ટ તે પણ સાંભળશે. જો કે ચીફ જસ્ટીસે કહ્યું કે લોકતંત્રમાં આ પ્રકારના શાંતિપૂર્ણ દેખાવો-કુચ સમયે સુરક્ષા દળોએ અત્યંત સંયમથી કામ લેવું જોઈએ. હિંસાથી દેશની પરીસ્થિતિ ખરાબ થશે.
જો કે સુપ્રીમકોર્ટ બીજા શ્વાસે કાનુન પાલન એજન્સીઓ પર ભરોસો રાખવો જોઈએ. સુપ્રીમ સમક્ષ દલીલ થઈ કે જેન-ઝી બાદ જેન આલ્ફા અને બીટા પણ આવી જશે. છાત્ર સામેના કેસ પાછા ખેચાવા જોઈએ નહી.

