Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માદક પદાર્થના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી ગીર સોમનાથ પોલીસ

માદક પદાર્થના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી ગીર સોમનાથ પોલીસ

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ તા.3 ગીર સોમનાથ જિલ્લામાં ગાંજા/ચરસ/ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી/વેચાણ અંગે બાજ નજર રાખી નશીલા પદાર્થોની બદી સદંતર નાબુદ કરવા, તેમજ ડ્રગ્સ કે અન્ય કોઇ માદક પદાર્થનું કોઇ જગ્યાએ વેચાણ કે હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી તેવા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કેસો શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા ની રાહબરી તેમજ માર્ગદર્શન અનુસાર તા.02/07/2026 ના રોજ એસ.ઓ.જી.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા ,ઓ એસ.ઓ.જી. પો.સ્ટાફના માણસો વેરાવળ ટાવર ચોક ખાતે હાજર હતા.

દરમિયાન ઇંઈ- મહેન્દ્રભાઇ બાબુભાઇ તથા અનિરુધ્ધસિંહ જયવંતસિંહ તથા ઙઈ- નદીમ શેરમહમદ ને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે કિરમાણી રોડ ચોર્યાસી બ્લોક વિસ્તારમાંથી રાહિલ મેહબુબ ઉ વર્ષ 35 વેરાવળ અને તોફિઅહેમદ મો. હનિફભાઈ શેખ સીદીકી નામના હોમતદારોના કબ્જામાંથી એન.ડી.પી.એસ.ની રેઇડ કરતા માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.)ના જથ્થો મળી આવતા તેઓને પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એક્ટ કલમ-8(સી), 21 (બી), 29 મુજબ ગુનો રજી.કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ:-1) માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) નેટ વજન-3.740 ગ્રામ કિ.રૂ.11,220/- 2) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.8,000 કુલ કિ.રૂ. 19,220/-

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar