(જીજ્ઞેશ પટેલ) માણાવદર, તા.26 માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ભારે ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. જૂનાગઢના જિલ્લા રજીસ્ટ્રાર એન.ડી. ગોહિલના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નિમુંબેન જગદીશભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ થોભણભાઈ ચપલાની બિનહરીફ વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસના સુપડા સાફ, ભાજપને સ્પષ્ટ બહુમતી
ઉલ્લેખનીય છે કે, માણાવદર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટી ને 4 બેઠકો મળી હતી.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને એક પણ બેઠક ન મળતા તેના સુપડા સાફ થઈ ગયા હતા. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે સત્તા સ્થાપવાનો માર્ગ એકદમ સરળ બન્યો હતો.જેમાં કારોબારી ચેરમેન તરીકે વર્ષાબેન જગદીશભાઈ મારૂની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ પક્ષના નેતા તરીકે રામદેવભાઈ રણમલભાઈ મૂળિયાસીયા અને દંડક તરીકે મહેન્દ્રભાઈ ખીમજીભાઈ ટાંકની નિમણૂક કરીને સંગઠનને મજબૂત કમાન સોંપાઈ છે.

