Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

(જીજ્ઞેશ પટેલ) માણાવદર, તા.5 માણાવદર ખાતે આવેલી બાલકૃષ્ણ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા માણાવદરના મામલતદાર મહેશભાઈ શુક્લએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત જીવન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મામલતદાર મહેશભાઈ શુક્લએ ચિંતા વ્યક્ત કરી હતી

. તેમણે બાળકોને સલાહ આપી હતી કે મોબાઇલનો ઉપયોગ વ્યસન કે સમય વેડફવાના સાધન તરીકે ન કરવો જોઈએ. મોબાઇલમાં નકામો સમય બગાડવાને બદલે માત્ર જરૂરી જ્ઞાન અને શિક્ષણ મેળવવા પૂરતો જ તેનો સદુપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી તેમણે ખાસ ટકોર કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ બાલકૃષ્ણ સ્કૂલના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar