Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માતા - પિતાના વિયોગમાં પુત્રનો આપઘાતનો પ્રયાસ

માતા - પિતાના વિયોગમાં પુત્રનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ, તા.24 માતા - પિતાના વિયોગમાં પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘંટેશ્વર પચીસ વારીયામાં રહેતા મેહુલ વાંઝાએ સામખીયાળી ખાતે ઝેરી દવા પીધી હતી. તેને રાજકોટ સિવિલમાં સારવારમાં ખસેડાયો હતો.

મળતી માહિતી અનુસાર, મેહુલ પ્રતાપભાઈ વાંઝા (ઉંમર વર્ષ 20, રહે. ઘંટેશ્વર પચીસ વારીયા, રાજકોટ) ગઈકાલે સાંજે 5 વાગ્યાં આસપાસ સામખીયાળી ખાતે રાજુભાઈની લાતીએ હતો

ત્યારે ઝેરી દવા પી જતા સામખયાળી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. મેહુલના બનેવીએ જણાવ્યા મુજબ, મેહુલના માતા પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. તે થોડા દિવસ રાજકોટ રહે અને થોડા દિવસ સામખીયાળી બહેનના ઘરે આંટો મારવા આવે અને ત્યાં થોડા દિવસ રહે.

તે શટર બનાવવાની મજૂરીનું કામ કરે છે. દવા કેમ પીધી એ પૂછતાં મેહુલે જણાવ્યું કે, તેને તેમના મૃત માતા પિતાની યાદ આવતી હતી. તેના વિયોગમાં દવા પીધી હતી. પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી. તબિયત સ્થિર થતા ડોક્ટરે હોસ્પિટલમાંથી રજા આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar