Saturday, 11 Jul, 3.58 pm સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
મતદારો ખિસ્સામાં છે એમ માનતા નહીં: ભાજપ-મોદીને શરદ પવારનો પંચ

મુંબઈ તા.11
ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે નેતાઓએ મતદારોને હળવાથી લેવા ન જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ઈન્દીરા ગાંધી અને વાજપેયી જેવાઓને પણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો હતો.

મહારાષ્ટ્રના પુર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે 'મી.યુ.એન. (હું બીજીવાર આવીશ)ના રાગની ટીકા કરતા પવારે જણાવ્યું હતું કે મતદારોએ વિચાર્યુ હતું કે આ રૂખમાં અહંકારની દર આવી રહી છે. તેમને લાગ્યું કે અમને પાઠ ભણાવવો જોઈએ.

શિવસેનાના મુખપત્ર 'સામના'ના કાર્યકારી સંપાદકને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો વચ્ચે મતભેદો હોવાના અહેવાલોમાં રતીભાર સચ્ચાઈ નથી. ત્રણ હપ્તામાં પ્રસિદ્ધ થનારી શ્રેણીનો પ્રથમ અંશ આજે પ્રસિદ્ધ થયો હતો.

મુખપત્રમાં શિવસેનાના ન હોય તેવા નેતાના ઈન્ટરવ્યુની શ્રેણીને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય વિષેના સવાલના જવાબમાં પવારે જણાવ્યું હતું કે લોકશાહી અવિકારોની દ્રષ્ટીએ આમ આદમી નેતાઓ કરતાં વધુ બુદ્ધિમાન છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top