નવી દિલ્હી, તા. 16 તહેવારો પર સ્માર્ટફોન ખરીદવા, બાળકો માટે લેપટોપ લેવા કે ઘર માટે ઈલેક્ટ્રોનિક સામાન લેવાની યોજના બનાવી રહેલાં લોકોને આ વખતે ખિસ્સું વધારે ખાલી કરવું પડી શકે છે.
ઓફલાઈનથી લઈને ઓનલાઈન સેલમાં ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ વચ્ચે મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. એનું મોટું કારણ એઆઈ માટે દુનિયાભરમાં ચિપની વધતી માંગ છે.
AI અને ડેટા સેન્ટરો પર દુનિયાભરમાં થઈ રહેલાં ભારે રોકાણની અસર ઈલેક્ટ્રોનિક ઉપકરણોની મોંઘવારી પર દેખાવા લાગી છે. રૂપિયાની નબળાઈએ પણ મુશ્કેલી વધારી છે. એનાથી વિદેશથી આયાત કરવામાં આવતાં સ્પેરપાર્ટસ મોંઘા થઈ ગયા છે.
સેમસંગ, માઈક્રોન જેવી કંપનીઓ સામાન્ય સ્માર્ટફોન અને લેપટોપમાં વપરાતી મેમરીના બદલે અઈંમાં ઉપયોગમાં લેવાતી ચિપના ઉત્પાદનને પ્રાથમિકતા આપી રહી છે. એનાથી સામાન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે ચિપની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ રહી છે અને એમની પડતર કિંમત વધી રહી છે.
ચિપની કિંમતોમાં થયેલાં ઝડપી વધારાથી ભારતનું ટેકનોલોજી આયાત બિલ આયાતિત માત્રાની તુલનામાં 5 ગણી ઝડપે વધ્યું છે. મોંઘી ચિપની અસર પેન ડ્રાઈવ, મોબાઈલ અને લેપટોપ જેવા ઉત્પાદનો પર પડી છે અને એમની કિંમતો ખૂબ જ ઝડપથી વધી છે.
ભારતમાં 2026ના પહેલા છમાસમાં સ્માર્ટફોનની કિંમતો સરેરાશ 16 ટકા વધી. સૌથી વધુ અસર રૂ.10 હજારથી ઓછી કિંમતવાળા ફોન પર પડી, જેમની કિંમતોમાં સરેરાશ 32 ટકાનો વધારો થયો.
કેટલા મોંઘા થયાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો ; જાન્યુઆરી દત સપ્ટેમ્બર
પેન ડ્રાઈવ - હાર્ડ ડિસ્કઃ 3.91 ટકાથી વધીને 19.26 ટકા
કમ્પ્યુટર - લેપટોપ, ટેબઃ -1.12 ટકાથી વધીને 4.48 ટકા.
મોબાઈલ - સ્માર્ટફોનઃ -2.31 ટકાથી વધીને 5.82 ટકા
ઓડિયો - વિઝ્યુઅલ ડિવાઈસઃ -2.92 ટકાથી વધીને 2.16 ટકા.
શું ઘરેલું ઉત્પાદનથી કિંમતો ઓછી થશે?
ટાટા ઈલેક્ટ્રોનિક્સ, કેન્સ ટેકનોલોજી અને માઈક્રોનના ATMP પ્લાન્ટ જેવી સ્વદેશી સેમિક્નડક્ટર પરિયોજનાઓ ભારતમાં ચિપ નિર્માણ સાથે જોડાયેલા ઉદ્યોગોના વિકાસમાં મદદ કરશે.
જોકે, એનાથી નજીકનાં ભવિષ્યમાં ચિપની કિંમતો ઓછી થવાની આશા નથી. આ પરિયોજનાઓનું મુખ્ય ધ્યાન ચિપની એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પર છે. આ પરિયોજનાઓ મેમરી ચિપ નિર્માણ પર કેન્દ્રિત નથી.
ક્યારે સુધી ઓછી થશે ચિપની કિંમતો?
ચિપની કિંમતો 2027ના અંત સુધી ઊંચા સ્તર પર બની રહી શકે છે. જોકે, કિંમતોમાં વધારાની ઝડપ ધીમી થવાની આશા છે. તાઈવાનની બજાર વિશ્લેષણ કરતી કંપની ટ્રેન્ડફોર્સે પણ તાજેતરમાં જ અનુમાન લગાવ્યું છે કે મેમરી ચિપની કિંમતો આગળ પણ વધતી રહેશે, પરંતુ તેજીની ઝડપ પહેલા કરતા ઓછી થઈ શકે છે.
તો ક્યારે મળશે રાહત...
ચિપની કિંમતોમાં રાહત એ વાત પર નિર્ભર કરશે કે ઉત્પાદન ક્ષમતા કેટલી ઝડપથી વધે છે અને AI થી જોડાયેલી માંગ તથા સામાન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વચ્ચે સંતુલન ક્યારે બને છે. એટલે કે લોકોને જલ્દી સસ્તા સ્માર્ટફોન અને લેપટોપ મળવાની આશા ઓછી છે.

