મુંબઇ, તા.21ગઈ કાલે બંગલાદેશ સામેની સેમી-ફાઇનલ મેચમાં સ્મૃતિ માધનાએ 19 બોલમાં પાંચ ફોર, બે સિક્સની મદદથી 37રન કર્યા હતા. આ ઇનિંગ્સ સાથે સ્મૃતિ માધનાએ મેન્સ-વિમેન્સ T20 ઇન્ટરનેશનલનો નંબર વન બેટર તરીકેનો તાજ પોતાના નામે કર્યો હતો.
ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે અગાઉ 186 મેચની 178 ઇનિંગ્સમાં 4758 રન સાથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.
સ્મૃતિ માન્ધનાએ 178 મેચની 171 ઇનિંગ્સમાં બે સદી અને 36 ફિફ્ટીના આધારે 4788 રન કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ફક્ત પુરુષોની વાત કરીએ તો મેન્સ ઝ20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાનના બાબર આઝમે 136 ઇનિંગ્સમાં સૌથી વધુ 4596 રન કર્યા છે.

