Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેટ્રો પ્રીમિયમ : મોટા શહેરોમાં વધુ કમાણી

મેટ્રો પ્રીમિયમ : મોટા શહેરોમાં વધુ કમાણી

વી દિલ્હી, તા. 30 નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલાં એક નવા અહેવાલમાં બહાર આવ્યું છે કે, ભારતનાં મોટા શહેરો એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં રહેતાં લોકો અન્ય શહેરી વિસ્તારોની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ કમાણી કરી રહ્યાં છે.

વર્ષ 2025 ના ડેટા અનુસાર, દિલ્હી, બેંગલુ, પટના, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મોટા મહાનગરોમાં સ્વનિર્ભર કામદારો સરેરાશ દર મહિને રૂ.

30,858 કમાય છે. આ આંકડો દેશનાં અન્ય નાનાં શહેરી વિસ્તારોમાં કામ કરતાં લોકો કરતાં 34 ટકા વધુ છે.

આ રિપોર્ટ ગજઘ ના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અને એન્યુઅલ સર્વે ઓન અનઇનકોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (ASUSE) ના ડેટાના વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

આ જ રીતે, નિયમિત પગારદાર કર્મચારીઓની વાત કરીએ તો, મોટા શહેરોમાં તેઓ દર મહિને સરેરાશ રૂ. 28,808 કમાય છે, જે અન્ય શહેરો કરતા 10 ટકા વધુ છે. જ્યારે રોજિંદું વેતન મેળવતાં કેઝ્યુઅલ મજૂરો અન્ય વિસ્તારોનાં રૂ. 550 ની સરખામણીએ આ મોટા શહેરોમાં દરરોજના રૂ. 624 મેળવે છે. આ મેટ્રો શહેરોમાં 55 ટકાથી વધુ કામદારો નિયમિત પગારવાળી નોકરીઓમાં રોકાયેલા છે.

આ ઉપરાંત, પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓનો હિસ્સો પણ સામાન્ય શહેરી ભારતનાં 17.2 ટકાની સરખામણીએ આ મોટા શહેરોમાં 24.3 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો છે.

છેલ્લાં એક દાયકામાં આ મોટા શહેરી વિસ્તારોમાં રોજગારી બજારનાં અન્ય સૂચકાંકો જેમ કે બેરોજગારી દર અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) માં પણ મોટો સુધારો નોંધાયો છે. મોટા શહેરોમાં બેરોજગારીનો દર જે 2017-18 માં 7.9 ટકા અને 2021-22 માં 5.8 ટકા હતો, તે વર્ષ 2025 માં ઘટીને 4.9 ટકા પર આવી ગયો છે.

બીજી તરફ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) - જે દર્શાવે છે કે કેટલા ટકા લોકો કામ કરી રહ્યાં છે અથવા કામની શોધમાં છે - તે 2017-18 ના 47.7 ટકાથી વધીને 2025 માં 52.4 ટકા થયો છે.

આ વધારા પાછળ મહિલા શ્રમ દરમાં થયેલો નોંધપાત્ર વધારો મુખ્ય કારણ છે, જે સમાન ગાળામાં 19.8 ટકાથી વધીને 27.2 ટકા થયો છે. આ શહેરોમાં અસંગઠિત ક્ષેત્ર પણ ઊંચી ઉત્પાદકતા અને રોજગાર નિર્માણની ક્ષમતા દર્શાવે છે.

નવા વ્યવસાયો અને એન્ટરપ્રિન્યોરશિપની દ્રષ્ટિએ કોલકાતા, સુરત અને ગે્રટર હૈદરાબાદ અગ્રણી કેન્દ્રો તરીકે ઉભરી આવ્યાં છે. તમામ મિલિયન-પ્લસ શહેરોમાં સ્થાપવામાં આવેલાં કુલ એકમોમાંથી 22 ટકાથી વધુ હિસ્સો માત્ર આ ત્રણ શહેરોનો જ છે.

આ સિવાય, જેમાં ઓછામાં ઓછો એક ભાડે રાખેલો કર્મચારી હોય તેવા એકમોનું પ્રમાણ પણ અન્ય શહેરી વિસ્તારોના 19 ટકાની સરખામણીમાં આ મોટા શહેરોમાં 24 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar