(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)મોરબી તા 3 મોરબીમાં આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા આધેડને તેના પત્ની સાથે બોલાચાલી થઈ હતી જેથી તેઓ ઘરેથી નીકળી ગયેલ છે આવી રીતે નવલખી રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘરેથી તમામ ડોક્યુમેન્ટ અને તેના કપડા લઈને નીકળી ગયેલ હોય ગુમસુધા ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થઈ છે
મૂળ ઝારખંડના અને હાલમાં નીલકંઠ સોસાયટી પાસે આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા અનુપકુમાર સચ્ચિદાનંદરાય (53) નામના આધેડને તેઓના પત્ની સાથે ઘરે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને તેનો કોઈ જગ્યાએથી પતો નથી લાગતા આધેડના દીકરા અભિષેકભાઈ અનુપકુમાર (26)એ તેના પિતા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે
નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે વાડી વિસ્તારમાં રહેતા જયેશભાઈ લાલજીભાઈ હડિયલ (27) એ પણ તેઓના બહેન રસીલાબેન લાલજીભાઈ (23) પોતાના ઘરેથી ગત તા 1/7 ના રોજ સવારે તમામ ડોક્યુમેન્ટ તથા બે ત્રણ જોડી કપડા લઈને નીકળી ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં યુવતીના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા તજવીજ હાથ ધરી છે
એક બોટલ દારૂ
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ બિલવા કોમ્પ્લેક્સ પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે આનંદકુમાર દિલીપભાઈ ઘરસંડીયા (30) રહે. હરિ ગુણ રેસીડેન્સી મોરબી ધરપકડ કરી હતી.

