Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી નજીક સિરામિક કારખાનામાં અકસ્માતે ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

મોરબી નજીક સિરામિક કારખાનામાં અકસ્માતે ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.7 મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે ઓટલા ઉપર બેઠેલ મહિલા બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હોય સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છેમોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુટુ ગામની સીમમાં આવેલ સુઝલોન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સપનાબેન દીપકભાઈ આદિવાસી (28) નામના મહિલા ઓટલા ઉપર બેઠા હતા ત્યારે બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડી જવાના કારણે તે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

જેથી મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કનુબેન કાળુભાઈ (31) નામના મહિલા બગથળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફાટક નજીક હતા ત્યારે ત્યાં તેને ઝેરી જનાવર કરડી જવાના કારણે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીમાં ધુતારી પાસે રહેતા પૂજાબેન ભુપતભાઈ સરવૈયા (32) નામના મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar