(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા. 3 દેશના તેજસ્વી અને અસાધારણ ક્ષમતા ધરાવતા બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાના ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ-2026 માટેના પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (ઙખછઇઙ)' અંતર્ગત ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય એવોર્ડ એવા બાળકોને એનાયત કરવામાં આવે છે જેમણે સાહસિકતા, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ તેમજ ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય.
આ પુરસ્કાર માટે અરજી કરનાર બાળકની ઉંમર નોમિનેશનના સમયે 18 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે. તા. 31 જુલાઈ સુધી ઓનલાઈન નોમિનેશન કરાવી શકાશે.

