Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડાવતા વકીલ નિકુંજભાઈ કોટક

મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડાવતા વકીલ નિકુંજભાઈ કોટક

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.7 મોરબીના રાજેશભાઈ અમરશીભાઈ પોમેલા એ ધીરેન્દ્રભાઈ પી. રૂપારેલીયાને હાથ ઉછીની રકમ આપી હતી.તેમની સામે મેળવેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા પરત ફર્યો હોવાથી આરોપી ધીરેન્દ્રભાઈ પી.રૂપારેલીયા સામે ફોજદારી કેશ નંબર 3904/2016 થી ફરીયાદ દાખલ કરી હતી અને આ ફરીયાદના કામે આરોપીના વકીલ તરીકે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકએ કોર્ટ સમક્ષ એવો બચાવ કરેલ હતો કે આરોપીએ ફરીયાદી પાસેથી કોઈ જ હાથ ઉછીની રકમ લીધેલ નથી કે આરોપીએ ફરીયાદીને કોઈ જ ચેક લખી આપેલ નથી.

પરંતુ આરોપીએ તેમના જ ભળતા નામ વાળી વ્યકિત ધર્મેન્દ્રભાઈ પાસેથી મેળવેલ લોન સામે સીકયોરીટી પેટે કોરા ચેકો આપેલા અને આરોપી ધીરેન્દ્રભાઈ પી. રૂપારેલીયાએ ધમેન્દ્રભાઈને લોનની રકમ ચુકતે વસુલ આપ્યા બાદ આ સીકયોરીટી પેટે આપેલ કોરા ચેકો ધર્મેન્દ્રભાઈએ અમોને પરત આપેલ નહીં પરંતુ ધર્મેન્દ્રભાઈને ફરીયાદીને રકમ આપવાની હતી તે રકમ માટે આરોપીએ તેમને સીકયોરીટી પેટે આપેલા કોરા ચેકનો દુર ઉપયોગ કરી ધર્મેન્દ્રભાઈએ તે પૈકીના બે ચેકો ફરીયાદીને આપેલ અને ફરીયાદી આ હકીકત જાણતા હોવા છતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન અંગેની ખોટી ફરીયાદ દાખલ કરેલ છે.

કોર્ટના કામે બચાવમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલ નિકુંજભાઈ કોટકે રજુ કરેલ દલીલ તથા પુરાવાને ધ્યાને લઈ ફરીયાદ વાળો વ્યવહાર ફરીયાદી તથા આરોપી વચ્ચે થયેલ હોઈ તેવુ ફરીયાદી સાબીત કરી શકતા ન હોય કે ફરીયાદીએ આરોપીને કોઈ હાથ ઉછીની રકમ આપી હોય તેવુ ફરીયાદી પુરાવામાં પુરવાર કરી શકય ન હતા.

જેથી ફરીયાદીએ ફરીયાદ વાળો ચેક આરોપી પાસેથી નહીં પરંતુ ધર્મેન્ભાઈ પાસેથી મેળવી હાલની આ ખોટી ફરીયાદ ખાટો કેશ કરેલ હોવાનું પુરવાર થયું હતુ જેથી ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જજ પ્રશાંતભાઈ પરમાનંદભાઈ શાહે (પી.પી.શાહ) આરોપીને ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોશ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા વકિલ હિરેનભાઈ ગોસ્વામી, હાર્દિકભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar