(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 3 મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ જેડ વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (43) નામનો યુવાનો પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું.
આ બનાવની મયુરભાઈ અઘારા રહે.
લાલપર એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ (60) ને છેલ્લા ત્રણ ચાર મહિનાથી માનસિક બીમારી હોય ભાઈ હિતેશભાઈના ઘરે હતા ત્યારે બીજા માળે છત ઉપરથી નીચે પટકાવાના કારણે તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
12 બોટલ દારૂ
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક તાલુકા પોલીસ દારૂની નાની 12 બોટલ સાથે કિશોર બચુભાઈ બાળોદરા (37) રહે. દિવ્યા પાર્ક હળવદ ને પકડી 1080 ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી

