Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સુતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતા ઘટના સ્થળે જ મોત

મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સુતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતા ઘટના સ્થળે જ મોત

(જીગ્નેશ દ્વારા) મોરબી તા. 7 મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન ત્યાંથી ડમ્પર લઈને નીકળેલા શખ્સે ડમ્પર યુવાનના માથા ઉપરથી ફેરવી દેતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન મોહનભાઈ પરમાર (42)એ ડમ્પર નંબર જીજે 36 એક્સ 8924 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પીપળીયા થી ફગસિયા જવાના રોડ ઉપર આવેલ શ્યામ માઇક્રોન કારખાના પાસે રોડ ઉપરથી ડમ્પરચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો.

ત્યારે ફરિયાદીના પતિ મોહનભાઈ હાનાભાઈ પરમાર રોડ ઉપર સુતા હોય તેના ઉપર ડમ્પર ચડાવી દીધું હતું અને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar