(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ હતા અને ત્યાં ઇલેક્ટ્રીક મોટરના વાયરીંગનું કામકાજ કરતા હતા.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગેલ હોવાથી ઘટના સ્થળે તેમનું મોત થતા ડેડબોડી અત્રે સિવિલે લાવવામાં આવ્યું હતું.
બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના રાતાભેર ગામે રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા નામનો 48 વર્ષીય યુવાન તા.25-4 ના સવારે નવેક વાગ્યે તેઓની વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું વાયરીંગનું કામકાજ કરતો હતો.
ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેમનું મોત નિપજત્તા ડેડબોડીને અહીંની સિવિલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના ધૃવરાજસિંહ ઝાલા દ્વારા પહોંચીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ હળવદ પંથકનો હોવાથી આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે ઇન્દિરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ લાભુભાઈ માનેવાડીયા નામના 45 વર્ષના યુવાનને કોઈ સાથે ઝઘડો થયો હોય મારામારીમાં મુઢ ઇજાઓ થતા 108 વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સંજયભાઈ રાઠોડ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

