(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3 મૂળી તાલુકાના સરા ગામે રહેતા 52 વર્ષીય કાનાભાઈ નોંધાભાઈ ખરગીયા પશુપાલન કરે છે અને હુસેનદાદાના ચોકમાં પાન-માવાની દુકાન ચલાવે છે.
27-6ના રોજ રાત્રે ગામના જાલા રામાભાઈ પાંચીયા, ગોપાલ રામાભાઈ પાંચીયા, દેવા રામાભાઈ પાંચીયા અને ધારા જાલાભાઈ પાંચીયા ફરસી, લોખંડના પાઈપ, ધારીયા લઈને કાનાભાઈની દુકાને આવ્યા હતા.
અને તું અમારા મજુરોને કેમ ચડાવેશ તેમ કહી કાનાભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ અંગે 4 આરોપીઓ સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે.

