રાજકોટ, તા.5 પડધરીના ખામટા ગામ પાસે બાઈકની ઠોકોરે ચડેલા 64 વર્ષીય વૃદ્ધાનું સારવારમાં મોત નિપજ્યું હતું. કંપનીમાંથી કામ કરીને બહાર નીકળીને રોડ ક્રોસ કરતી વખતે બાઇકની ઠોકરે ચડેલા મંજુલાબેનનું મોત નિપજ્યું હતું.
વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના પડધરી ગામના મંજુલાબેન વાલજીભાઈ રોજાલા (ઉંમર.64) તારીખ 14-7-2026ના રોજ ફિક્સટોન કંપનીમાંથી કામ કરીને બહાર નીકળતા હતા, ત્યારે રોડ ક્રોસ કરતી વખતે બાઈક ચાલકે ઠોકર મારતા બેભાન હાલતમાં 108 મારફતે વી કે હોસ્પિટલ પડધરી સારવાર માટે ખસેડ્યા હતા.
ત્યાર બાદ મારુતિ હોસ્પિટલ રાજકોટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન(તારીખ 4 8 2026)મોત થયું હતું પડધરી પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પોચીને મૃતકના કાનૂની કાર્યવાહી કરી હતી.
બાદ મૃતદેહને પીએમ રૂમે ખસેડ્યો હતો.પરિવારજનોએ જણાવ્યા મુજબ મંજુલાબેન ફિક્સટોન કંપનીમાં કામ કરતા અને મજુરી કરીને ઘરનું ભરણપોષ કરતા હતા. મંજુલાબેન ને એક દીકરો અને એક દીકરી છે દીકરી પડધરી ગામની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને દીકરાની માસિક સ્થિતિ ખરાબ હોવાથી તે ઘરકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

