Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પહેલા અમીત શાહનું નિવેદન : સંસદ ચાલવા દેવા રાહુલ ગાંધીની શરત મુકી

પહેલા અમીત શાહનું નિવેદન : સંસદ ચાલવા દેવા રાહુલ ગાંધીની શરત મુકી

વી દિલ્હીઃ જંતર મંતર આંદોલનમાં થયેલા પોલીસ- અર્ધલશ્કરી દળોના દમન પર તપાસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જવાબ આપે તેવી માંગણી સાથે સંસદ સતત ખોરવાઈ રહી છે.

તે વચ્ચે ગૃહમાં કામકાજ ચાલે તે માટે સરકાર તથા વિપક્ષની વાતચીત ભાંગી પડી છે. આજે સંસદના પ્રારંભીક સ્થાન બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજુ સંસદ ભવનમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમની ચેમ્બરમાં મળવા ગયા હતા જયાં પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.

જેમાં નવા સિમાંકન ખરડા અંગે વિપક્ષના સહકારની માંગ થઈ હતી પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યુ કે જયાં સુધી અમીત શાહ ગૃહમાં નિવેદન નહી આપે ત્યાં સુધી સંસદની કામગીરી ચાલવા દેવાશે નહી.

લગભગ 50 મીનીટ સુધી બેઠક ચાલી હતી પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં આવવું જોઈએ અને જવાબ આપવો જોઈએ. ત્યારબાદ બપોરે ગૃહની કામગીરી શરુ થઈ તો પણ વિપક્ષની ધમાલ ચાલુ રહી હતી.

હવે સરકાર વધુ એક વખત માંગ સ્વીકારશે કે સિમાંકન ખરડામાં આગળ વધવા કોઈ માર્ગ શોધશે તેના પર નજર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar