ધોરાજી, તા.9 દિનેશભાઇ સાગઠીયા ગામનાં દિનેશભાઇ સાગઠીયાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું હતું ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ 426મું ચક્ષુદાન કરાયું મળ્યું છે.
પીપળીયા ગામનાં દિનેશભાઇ પીઠાભાઇ સારીખડાનુ અવસાન થતા પરિવારજનોએ સ્વ દિનેશભાઇ ના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડો, જયેશ વેસેટીયન અને ડો રૂતવીબેન અધેરા અને મેડિકલ ટીમના રોહિતભાઈ સોંદરવા, અને દિનેશભાઇ ચુડાસમા સહિત ના ઓએ પોતાની સેવાઓ બજાવી હતી.
આ તકે હિતેશભાઈ સાગઠીયા, અજયભાઈ સાગઠીયા, ધીરુભાઈ સાગઠીયા, ડાયાભાઇ બથવાર, સુરેશભાઈ બથવાર, રમેશભાઈ બથવાર, ભાવીનભાઇ બથવાર, ભરતભાઈ બથવાર, દિનેશભાઇ બથવાર, બાબુભાઈ મહીડા, નારણભાઈ વાધેલા, વિશાલભાઇ સોલંકી, પ્રવિણભાઇ પરમાર, સહિતના હાજર રહ્યા હતા આતકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી સારીખડા પરીવારની સેવાઓને બિરદાવી સ્વ. દિનેશભાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતાં.
ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, અને સ્કીન ડોનેશન, માટે 9898701774(વોટસએપ) 9898715775 અને સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન 02824-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે. ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 426મું ચક્ષુદાન કરાયું છે.

