(સમીર વિરાણી દ્વારા), બગસરા તા.4
બગસરા ખાતે મામલતદાર પ્રશાંતભાઈ ભીંડીનો વય નિવૃત્તિ વિદાય સમારંભ પ્રાંત અધિકારી નંદા સાહેબના અધ્યક્ષ સ્થાને ખૂબ જ ઉત્સાહ અને લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે સરકારી અધિકારીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રશાંતભાઈને ભાવભીની વિદાય પાઠવી હતી.
સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રશાંતભાઈ ભીંડીને પુષ્પમાળાઓ પહેરાવી, શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટી સેવાઓમાં તેમની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન સેવાઓને સૌએ બિરદાવી હતી.
તથા તેમના આગામી જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સફળ અને આકર્ષક સંચાલન સ્નેહી પરમાર તથા દ્વારા કરવામાં આવ્યું હતું,આ વિદાય સમારંભથી સમગ્ર પંથકમાં પ્રશાંતભાઈની લોકપ્રિયતા અને તેમની સેવાઓની સુવાસ પ્રગટ થઈ હતી.

