menu
સાંજ સમાચારગુજરાત

પ્રાથમિક શાળાઓમાં ધો.1 અને 2ના બાળકોનું ત્રિમાસીક મૂલ્યાંકન થશે

24 June 2019, 7:35 am

ગાંધીનગર તા.24
રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે બાળકના મનમાં રહેલો પરીક્ષાનો ભય નાબૂદ કરવા માટે ધોરણ-1 અને ધોરણ-2 ના બાળકોની ત્રિમાસિક મૂલ્યાંકન યોજવાના મુદ્દે સરકાર મક્કમ બની છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 1 અને 2 ના બાળકોનું ત્રિમાસિક મૂલ્યાંકન યોજવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગના મંથનમાં આ નવો અભિગમ અપનાવવા પર સ્પષ્ટ અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. જેના થકી પરીક્ષાનો ભય બાળકોમાંથી દૂર કરવામાં આવશે પરિણામે ગુણવત્તાસભર શિક્ષણ નો માર્ગ પણ સરળ બનશે તેમ મનાઈ રહ્યું છે. અને આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે.અને ત્યારબાદ બજેટસત્ર દરમિયાન ગૃહમાં આ અંગે વિધિવત ઘોષણા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Loading...

No Internet connection

Link Copied