Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પુનિતનગર રોડની ટાઉનશીપમાં બનેલી 9 દુકાનોની તા.19ના રોજ જાહેર હરાજી

પુનિતનગર રોડની ટાઉનશીપમાં બનેલી 9 દુકાનોની તા.19ના રોજ જાહેર હરાજી

રાજકોટ, તા.5 રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટીકા પાસે (વાવડી) બનેલી શ્રી લક્ષ્‍મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની જાહેર હરાજી કરવાની તારીખ નકકી કરાઇ છે. આગામી તા. 19-8ના રોજ સવારે 9 કલાકે ગ્રાઉન્ડ ફલોરની 9 દુકાનોની હરાજી કરવામાં આવશે તેમ એસ્ટેટ શાખાએ જાહેર કર્યુ છે.

આ આવાસ યોજના હેઠળની 9 દુકાનોની સાઇઝ 24 ચો.મી.થી 42 ચો.મી.ની છે અને તેની અપસેટ કિંમત રૂા. 21.10 લાખથી માંડી 36.70 લાખ છે. આ મોકાની દુકાનનો 100 ટકા દસ્તાવેજ થાય છે અને સંપૂર્ણ પેમેન્ટ વ્હાઇટનું હોય છે.

વિશાળ પાર્કિંગ સાથેની જગ્યામાં મીની સુપર માર્કેટ, ડોકટર સહિતના વ્યવસાયિકો, દુધની ડેરી, બ્યુટીપાર્લર, સલુન જેવો બિઝનેસ થઇ શકે છે. રૂા.બે લાખની ડિપોઝીટ ભરીને વેપારીઓ હરાજીમાં ભાગ લઇ શકશે. દુકાન લેનાર વેપારીએ 25 ટકાની રકમ સ્થળ પર અને બાકીની રકમ 60 દિવસમાં ચુકવવાની રહેશે.

તેમાં કસુર થાય તો વ્યાજ લેવામાં આવશે અને ચેક રીટર્ન થાય તો ફોજદારી ફરિયાદ કરવાની પણ જોગવાઇ રહેલી છે. આ સહિતની આવાસ યોજનાની વિગતો લાગુ પડશે. હરાજીના ડિપોઝીટના ચેક કોર્પો. એસ્ટેટ શાખા, રૂમ નં.10, ત્રીજો માળ, ઢેબર રોડ સેન્ટ્રલ ઝોન ખાતે જમા કરાવવા વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar