Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટ - લોધીકા સહકારી સંઘની ચૂંટણીની કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ : વાંધા - દાવા 7 દી'માં રજૂ કરવા તાકીદ

રાજકોટ - લોધીકા સહકારી સંઘની ચૂંટણીની કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ : વાંધા - દાવા 7 દી'માં રજૂ કરવા તાકીદ

રાજકોટ તા.5 રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી માટે કલેકટર તંત્ર દ્વારા આજે કામચરાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. જેમાં વાંધા દાવા આગામી સાત દિવસમાં જ રજૂ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોધીકા સહકારી સંઘની ખેતી વિષયક સેવા સહકારી મંડળીના સભ્યોની 15 બેઠક તથા વ્યકિતગત સભાસદોની 1 બેઠક મળી કુલ 16 સભ્યોની ચૂંટણી યોજવામાં આવનાર છે.

આ ચૂંટણી અંગેની કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરી કલેકટર તંત્ર દ્વારા આ મતદાર યાદીને કલેકટર કચેરી, પ્રાંત-2, રજીસ્ટ્રાર ઓફીસ, સહકારી ખરીદ વેચાણ સંઘ અને મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવી છે.

આગામી સાત દિવસમાં જ વાંધા દાવાઓ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. વાંધા દાવા રજૂ કરવાની માટેની સાત દિવસની મુદત પુરી થયા બાદ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar