#video રાજકોટ : શાપરમાં થયેલ રૂ.2.48 કરોડની લુંટ મામલે વધુ 4 આરોપી ઝડપાયા
શાપર ગામે થયેલ રૂપિયા 2.48 કરોડ રૂપિયાની લુંટનો મામલો : જિલ્લા પોલીસે વધુ 4 શખ્સોને ઝડપ્યા : સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન : જિતેન્દ્રસિંહ જાડેજાની જમીન ખેડનાર ભાગીયો ફૂટેલો નિકળ્યો : ભાગીયા પ્રવીણ પટેલના પેટા ભાગીયા બહાદુરે રોકડ રકમ તથા સોના મામલે માહિતી અન્ય લૂંટારૂઓને આપી : આરોપીઓ 17 તારીખે લૂંટ કરવાના હતા પરંતુ કાળી ચકલી આડી પડતા 18 તારીખે લૂંટનો પ્લાન ઘડ્યો : ધાડ મામલે ગોંડલના કોલીથડ ગામેથી અન્ય ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી : અગાઉ ત્રણ આરોપીઓની સખ્ત પૂછપરછ બાદ અન્ય આરોપીઓની માહિતી મળી : પકડાયેલા આરોપીઓ લૂંટની રકમની ભાગ બટાઇ માટે કોલીથડ આવ્યા હતા અને પોલીસે બાતમીના આધારે દબોચ્યા : પોલીસે વધુ 4 આરોપીઓ પાસેથી 12.50 લાખની રોકડ જપ્ત કરી : સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 7 શખ્સોને દબોચી 45.50 લાખ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો : ચોરી કરીને ધાડ માટે વાપરેલ 1 બાઇક, તુફાન ગાડી પણ આરોપી પાસેથી પોલીસે કબ્જે કરી : પોલીસે વિજન માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ, રાજુ, સાગર ઉર્ફે સાગરિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી : હજુ પણ સમગ્ર મામલે પોલીસ દ્વારા 6 શખ્સો દબોચવાના બાકી #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

