Thursday, 29 Jul, 12.05 pm સાંજ સમાચાર

ગુજરાત
રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જુનાગઢમાં

જુનાગઢ, તા. 29
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જુનાગઢમાં એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. પ્રથમ તેઓ ગિરનાર રોપ-વેમાં બેસી માઁ અંબાજીના દર્શને ગયા હતા જયાં પૂજા અર્ચન બાદ નિરીક્ષણ કરી થોડીવાર કુદરતી નજારો માણી રોપ-વેની ટ્રોલીમાં પરત આવી ઉપરકોટની મુલાકાત લીધી હતી. ઐતિહાસિક ઉપરકોટને નિહાળી હાલમાં મળેલી 20 તોપ જમીનમાંથી બહાર કાઢી હતી તેને નિહાળી હતી.

બપોરના 2.30 કલાકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાતમાં અહીંની પ્રવૃતિનું નિરીક્ષણ કર્યા બાદ બપોરના 3 કલાકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીમ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજન સુભાષ પાલેકર કૃષિ આધારીત આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 4.30 કલાકે કલેકટર કચેરી ખાતે જુનાગઢ કેન્દ્રીય મંત્રી દ્વારા શિક્ષણ નીતિ આયોજીત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર વહેલી સવારથી દોડતું થઇ જવા પામ્યું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top