મુંબઈ તા.4 ભારતની ચૌથી બિગ બજેટ ફિલ્મ `રામાયણ'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂકયું છે. કોઈ માતા સીતાનું ચરિત્ર નિભાવનાર એકટ્રેસ સાઈ પલ્લવીની વેશભૂષા પર સવાલ કરે છે તો કોઈ રાજા દશરથનું પાત્ર નિભાવતા અરૂણ ગોવિલ (દૂરદર્શનની રામાયણ સીરિયલના રામ)ની નકલી દાઢી પર વ્યંગ કરે છે, આ બધાની વચ્ચે વિવેક ઓબેરોયની સૌથી વધુ ચર્ચા છે, જી હા, તે રાવણની બહેન સૂર્પણખાના પતિ વિદ્યુતજીહ્વનું પાત્ર ભજવે છે.
રામાયણની ચર્ચા થાય છે ત્યારે સૂર્પણખાનો ઉલ્લેખ થાય કારણ કે તેનું નાક કપાવાના કારણે આગ બબુલા થયેલા રાવણે બદલો લેવા માતા સીતાનું હરણ કર્યું હતું. જોકે આનુ અસલી કારણ શૂર્પણખા નહીં, પણ રાવણ જ હતો, જેણે તેની બહેનને વરદાન આપ્યું હતું કે તે પુરૂષને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. આવુ વચન રાવણે એટલા માટે આપ્યું હતું કે રાવણે તેના બનેવી વિદ્યુતજિહ્વની હત્યા કરી હતી.
વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં સર્વ 24માં આ વર્ણન છે. `રામાયણ'ના ટ્રેલરમાં શુર્પણખા અને તેના પતિ વિદ્યુતજિહ્વાના પાત્રને મહત્વ અપાયું છે. શૂર્પણખાનો રોલ રકુલપ્રીતસિંહ અને વિદ્યુતજિહ્વની ભૂમિકા વિવેક ઓબેરોય નિભાવે છે.

