Dailyhunt
રંગભેદ ફકત ફૂટબોલમાં જ નહીં, ક્રિકેટમાં પણ છે: ગેઈલ

રંગભેદ ફકત ફૂટબોલમાં જ નહીં, ક્રિકેટમાં પણ છે: ગેઈલ

નવી દિલ્હી: અમેરિકામાં આફ્રિકન અમેરિકન જયોર્જ ફલોઈડની હત્યાની ઘટનાને લીધે સૌકોઈનો આક્રોશ દુનિયા સમક્ષ ફૂટી નીકળ્યો છે. તેની યુવા પ્લેયર કોકો ગૌફ, ડેરેન સેમી બાદ હવે ક્રિસ ગેઈલનો ગુસ્સો પણ સોશ્યલ મીડીયા પર ઉભરાઈ આવ્યો છે.
ગેઈલે કહ્યું કે 'અશ્ર્વેત લોકોનું જીવન પણ અન્ય લોકોનાં જીવન જેટલું જ મહત્વનું છે. રંગભેદ કરનાર દરેક માણસોને અટકાવવા જરૂરી છે. મુર્ખાઓએ લોકોને કાળા કહેવાનું બંધ કરવું જોઈએ. અમારા પોતાના કાળા લોકો જ બીજા કાળાઓને નીચે પાડવાનું કામ કરી રહ્યા છે. હું આખી દુનિયામાં ટ્રાવેલ કરું છું અને સાચું કહું તો મારા પ્રત્યે પણ મેં આ રંગભેદનો સામનો કર્યો છે. કારણ કે હું અશ્ર્વેત છું.

લિસ્ટ ઘણું લાંબું છે. રંગભેદની આ સમસ્યા માત્ર ફુટબોલમાં જ નથી, ક્રિકેટમાં પણ છે. ખરું કહું તો તેમની અંદર પણ બ્લેક મેન તરીકે હું ઘણો થાકી જાઉં છું. બ્લેક પાવરફુલ! બ્લેક એન્ડ પ્રાઉડ.'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar