Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગે ભારત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગે ભારત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

વીદિલ્હી,તા.5 ભારત સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મનના ગાન/વાદન અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને કયા પ્રસંગોએ ગાવાં અથવા વગાડવાં, તેના માટેના નિયમો, સમય તેમજ યોગ્ય શબ્દોના ઉચ્ચારણનું કડક પાલનની સૂચના આપવામાં આવી છે.

માર્ગદર્શિકા મુજબ, કયા પ્રસંગે માત્ર રાષ્ટ્રગીત અથવા માત્ર રાષ્ટ્રગાનનું ગાન/વાદન કરવું તેમજ કયા પ્રસંગે બંનેનું ગાન/વાદન કરવું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

બંનેનું ગાન/વાદન સાથે થતું હોય ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો તથા યોગ્ય ઉચ્ચારણનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં તેનું ગૌરવ અને એકરૂપતા જળવાઈ રહે.

સરકારના તમામ વિભાગો, સંસ્થાઓ અને સંગઠનોને આ માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સાચું લખાણ/પાઠ અને સાચું ઉચ્ચારણ ગૃહ મંત્રાલયની વેબસાઇટ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar