Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત થશે પ્રભુ જગન્નાથ રથયાત્રાના પૈડાં

રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત થશે પ્રભુ જગન્નાથ રથયાત્રાના પૈડાં

વી દિલ્હી, તા. 5 પુરીની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની ઓળખ હવે રાષ્ટ્રપતિ ભવનમાં પણ જોવા મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ બાદ ભગવાન જગન્નાથના રથ નંદીઘોષ, ભગવાન બલભદ્રના રથ તાલધ્વજ અને દેવી સુભદ્રાના રથ દર્પદલનના પૈડાં રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે.

પરંપરા અનુસાર દર વર્ષે રથયાત્રા પછી ત્રણેય રથોને અલગ કરી દેવામાં આવે છે.

તેનાં લાકડાનો એક ભાગ મંદિરનાં રસોડામાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે અન્ય ભાગો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત રાખવામાં આવે છે અથવા ઓક્શન કરવામાં આવે છે.

આ પણ રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત છે
ઓડિશાની વિરાસતને રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાન મળ્યું હોય એવું આ પહેલી વાર નથી. ઓક્ટોબર, 2024માં કોણાર્ક સૂર્ય મંદિરનાં પ્રસિદ્ધ પથ્થરનાં પૈડાંની ચાર પ્રતિકૃતિઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar