Monday, 19 Apr, 11.58 am સાંજ સમાચાર

ઇન્ડિયા
રેમડેસીવીર સહીતની દવા તથા ઓકસીજન પરનો જીએસટી રદ કરો: રાજયોની માંગ

નવી દિલ્હી તા.19
દેશભરમાં કોરોના હાહાકાર સર્જી રહ્યો છે અને મોંઘાભાવે ટેસ્ટ દવાઓ ખરીદવામાં લોકો આર્થિક રીતે ભાંગવા લાગ્યા છે. જયારે કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ પ્રચંડ દબાણ શરૂ કર્યું છે અને આ માટે જીએસટી કાઉન્સીલની બેઠક તાકીદે બોલાવવાની માંગ કરી છે.


રેમડેસીવીર, મેડીકલ, ઈન્જેકશન, તથા સંલગ્ન દવા-સાધનો પરનો જીએસટી વર્તમાન 12 ટકાથી ઘટાડસા અને સંપૂર્ણ કરમુકત કરવાની માંગ કરી છે.
રાજયોએ કેન્દ્ર સરકાર સમક્ષ એવી ઘા નાખી છે કે છેલ્લા છ મહિનાથી જીએસટી કાઉન્સીલની બેઠક મળી નથી.જીએસટી કાઉન્સીલ બેઠક મળી નથી. જીએસટી સ્લેબનું સરળીકરણથી માંડીને અનેક નિર્ણયો થઈ શકતા નથી હવે કોરોનાકાળમાં કોરોનાની દવા સાધનોને કરમુકત કરવાનું જરૂરી થઈ ગયુ છે. જયારે, તાત્કાલીક કાઉન્સીની બેઠક બોલાવીને નિર્ણય કરવાની જરૂર છે.

છતીસગઢનાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે રેમડીસીવર તથા તેને સંલગ્ન વસ્તુને કરમુકત કરવા સરકાર કેન્દ્રને માંગ કરશે,પરંતુ આ માટે કાઉન્સીલની મીટીંગ અનિવાર્ય છે.
પંજાબનાં નાણાપ્રધાને પણ જીએસટી પ્રશ્ર્નો વિશે તત્કાળ કાઉન્સીલ મીટીંગની માંગ કરી છે. કેરળનાં નાણાપ્રધાને પણ સમાન રજુઆત કરી છે.
કેન્દ્ર સરકારમાં સુત્રોએ કહ્યું કે પાંચ રાજયોની ચૂંટણીને કારણે કાઉન્સીલની મીટીંગ થઈ નથી. પાંચેય રાજયોમાં નવી સરકારને કાઉન્સીલમાં પ્રતિનિધિત્વ મળે તેવો આશય છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top