મુંબઈ: રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રાએ આજે નવી ધિરાણ નીતિની જાહેરાત સમયે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે યુપીઆઈના વ્યવહારો જે રીતે વધી રહ્યા છે અને સીસ્ટમ સંચાલન ખર્ચ વધી રહ્યા છે તેથી તેમાં કોઈકે તો ખર્ચ ભોગવવો પડશે.
આમ કરી તેઓએ રૂા.2000થી વધુના વ્યવહારો પર જે રીતે મર્ચન્ટ-બેન્કીંગ ચાર્જ છે તે આવી રહ્યા હોવાનો સંકેત આપી દીધો હતો તો દેશમાં પ્લાસ્ટીકની ચલણી નોટો દાખલ થવા અંગે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષના પ્રારંભે રૂા.10-20ની પ્લાસ્ટીકની ચલણી નોટો સીસ્ટમમાં આવી જશે.
તેઓએ ઉમેર્યુ કે નાના ચલણની નોટોનો ઉપયોગ વધુ છે અને તે ઝડપથી ફાટી જાય છે તેથી તેને પ્રથમ ચલણમાં દાખલ કરાશે.

