જામનગર તા.4: જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાંથી એકીબેકીનો જુગાર રમી રહેલાં ચાર જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે 15 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સાધના કોલોની વિસ્તારમાં જુગાર સંબંધિત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કોલોનીના મેઇન ગેઇટ પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં યુસુફભાઇ મુસાભાઇ દેસરાણી (ઉ.વ.46, રહે.પ્રણામી પાર્ક સાઢિયા પુલ પાસે ખંભાળીયા બાયપાસ પાસે જામનગર), દિનેશ ઉર્ફે ટકો રમણીકભાઇ લખીયર (ઉ.વ.45, રહે.નાગર ચકલો તેલની ઘાણી પાસે મુકેશભાઇ ઘુઘરાવાળાની ગલીમાં જામનગર), નિતીન ઉર્ફે કુરબાની ચમનભાઇ વશીયર (ઉ.વ.58, રહે.
દિ પ્લોટ 49 રોડ ઇદ મસ્જીદ પાછળ જય ખોડીયાર કૃપા જામનગર), ભરતભાઇ ઉર્ફે ભીખાલાલ વજશીભાઇ ડાંગર (ઉ.વ.51, રહે. નંદનપાર્ક સાઇબાબાના મંદિર પાસે શેરી નં.1 જામનગર) નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.15300 ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

