Thursday, 29 Jul, 11.54 am સાંજ સમાચાર

અમદાવાદ
સગીર 'પત્ની' પરના બળાત્કારમાં આરોપીની સજા રદ કરતી હાઈકોર્ટ

નવી દિલ્હી તા 29
ગુજરાત હાઈકોર્ટ સગીર વયની 'પત્ની' પરના બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયેલા એક વ્યક્તિની 10 વર્ષની જેલ સજા રદ કરી હતી. બનાસકાંઠા જીલ્લાની આ ઘટનામાં 2015માં આરોપીએ સગીર વયની એક બાળા પર બળાત્કાર કર્યો હતો જો કે બાદમાં તેણે કુટુંબના કહેવાથી આ સગીરા સાથે જ લગ્ન કરી લીધા અને તેમાં એક સંતાનના માતા-પિતા પણ બન્યા હતા અને બાદમાં પુખ્ત ઉમરની બનેલી આ યુવતી તેના શ્ર્વસુર ઘરે જ રહેતી હતી પણ બળાત્કારનો કેસ 'પોકસો' હેઠળ ચાલ્યો જેમાં ડીસા કોર્ટ માર્ચ માસમાં જ આરોપીને 10 વર્ષની જેમ સજા કરી હતી પણ પત્નીએજ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તેના પતિની સજા માફ કરવાની વિનંતી કરીને રજુઆત કરી કે નહીતર તેમનું સંતાન ગેરકાનુની ગણાશે. પત્નીએ રજુઆત કરી કે આરોપી સાથે તેની મરજીથી જ લગ્ન કર્યા છે અને તેઓને એક સંતાન પણ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ચુકાદા સામે જણાવ્યું કે જો સજા કાયમી રખાશે તો તે કાનુની યોગ્યતાના બદલે ન્યાયના સિદ્ધાંતનું પાલન થયું હોય તેવું જણાશે નહી.

પુત્રવધુની નોકરી છીનવવા અરજી કરનાર સાસુને હાઈકોર્ટનો દંડ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલા એક અન્ય રસપ્રદ કેસમાં પુત્રવધુને સરકારી નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી સાથેની 'સાસુ'ની અરજી ફગાવીને તેના પર આ પ્રકારની અર્થહીન અરજી કરવા બદલ રૂા.10000નો દંડ કર્યો હતો. અરવલી જીલ્લામાં રસીલા-ખરાડી નામના મહિલાએ તેના પુત્રવધુ સાથેના ઘરેલુ ઝઘડામાં એવી અરજી કરી કે પુત્રવધુએ સરકારી નોકરી લેતા સમયે તેના લગ્ન સંબંધી માહિતી સરકારથી છુપાવી છે અને એ ભૂમિકા પર તેને નોકરીમાંથી દુર કરવી જોઈએ. હાઈકોર્ટે આઘાત સાથે કહ્યું કે આવી અર્થહીન માંગ પણ હાઈકોર્ટે હળવી કરવામાં આવે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top