Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સલમાન ખાને પોતાની હેલ્થને લઈને ચુપ્પી તોડી કહ્યું - વજન 16 કિલો ઘટાડયું

સલમાન ખાને પોતાની હેલ્થને લઈને ચુપ્પી તોડી કહ્યું - વજન 16 કિલો ઘટાડયું

મુંબઈ,તા.4 સલમાન ખાન કેટલાક દિવસ પહેલા જાહેરમાં દેખાયો હતો ત્યારે તેનું વજન ઘટી ગયેલુ જણાતા ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. ફેન્સ એ બાબતથી પરેશાન થઈ ગયા હતા કે કયાંક સલમાનને કંઈ તકલીફ તો નથીને. પરંતુ હવે ખુદ સલમાને ખુલાસો કર્યો છે કે તેણે પોતાનું વજન 16 કિલો ઘટાડયું છે.

હકીકતમાં સલમાન પોતાના ભાઈ સોહેલને મળવા શો અલાયન્સમાં ગયો હતો.

આ દરમિયાન સોહેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે તે વજન ઘણુ ઘટાડી નાખ્યુ છે સોહેલે પછી પોતાના સિકસ પેક એબ્સ દેખાડીને કહ્યું કે તેણે 12 કિલો વજન ઓછુ કર્યું છે. સલમને કહ્યું હતું કે તેનું ખુદનું વજન 16 કિલો ઘટી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, જયારે સલમાન ઓછા વજન સાથે દેખાયો હતો તો દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી હતી. ત્યારે સલમાને પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરીને લખ્યું હતું- આપ લોકોની તબિયત કેવી છે? સલમાન ખાને એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે શર્ટ લેસ હતો અને લખ્યું હતું-સલમાન ખાન ડર ગયા.. હમમમ.. જો ડર ગયા વો મર ગયા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar