બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યુ 177.9 મીલીયન ડોલર (રૂા.16,92,86,25,990.00) નોંધાઇ છે. શાહરૂખ ખાન 2024માં જે સ્થાને હતો તેનાથી બે સ્ટેપ આગળ વધ્યો છે જયારે નંબર-2 સ્થાન પર રણબીરસિંહ જેની બ્રાન્ડ વેલ્યુ 162.9 મીલીયન ડોલર નોંધાઇ છે.
ત્રીજા સ્થાને ક્રિકેટર વિરાટ કોહલી આવ્યો છે. જોકે 2024માં વિરાટ નંબર-1 હતો તે હવે નંબર-3ના સ્થાને આવ્યો છે.
વિરાટ કહોલીની બ્રાન્ડ વેલ્યુ 158.04 મીલીયન ડોલર નોંધાઇ છે.
આ બ્રાન્ડ વેલ્યુ નકકી કરવામાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેના કરાર અને અન્ય ડિજીટલ મીડિયા વગેરે જોવામાં આવે છે.

