◘ પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ ધીરજ ચાવડાની ધરપકડ કરી
રાજકોટ. તા.05
શાપરમાં રહેતી 31 વર્ષીય ત્યકતાને લગ્નની લાલચ આપી અગાઉ સાથે નોકરી કરતા ધીરજ ચાવડાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હવસખોરે પોતાની હવસ સંતોષી લગ્નનો ઇન્કાર કરી ત્યકતાને તરછોડી દીધી હતી. સમગ્ર મામલે ત્યકતાએ ફરિયાદ આપતાં શાપર પોલીસની ટીમે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મૂળ પશ્ર્વિમ બંગાળની વતની અને હાલ શાપરમાં રહી મજૂરી કરતી 31 વર્ષીય ત્યકતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધીરજ ચાવડા (ઉ.વ.26 રહે. શાપર વેરાવળ) નું નામ આપતાં પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ ફરિયાદમાં આપેલી વિગતો અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણી અહીં તેના પતિ અને બે દીકરીઓ સાથે રહેતી હતી. બાદમાં પતિ સાથે અણબનાવ અને ઝઘડાઓ શરૂ થતાં તેણીએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા.
બાદમાં તેણીએ શાપરના એક કારખાનામાં નોકરી શરૂ કરી હતી. જ્યાં આરોપી ધીરજ ચાવડા પણ કામ કરતો હોય બંનેનો સંપર્ક થયો હતો. ધીમેધીમે બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. ધીરજ ચાવડાએ પરિણીતાને હું તારી સાથે લગ્ન કરીશ તેમ લાલચ આપી હરી. બાદમાં આરોપીએ અવારનવાર પરિણીતાના ઘરે જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આરોપી સતત લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતો હોય પરિણીતાએ લગ્ન અંગે પૂછતાં આરોપીએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દઈ પરિણીતાને તરછોડી દીધી હતી. જે મામલે અંતે પરિણીતાએ હિંમત દાખવી શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.બી. રાણાએ ગુનો નોંધી આરોપી ધીરજ ચાવડાને ઝડપી લાઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

