Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેરબજારમાં 900 પોઈન્ટની જોરદાર તેજી

શેરબજારમાં 900 પોઈન્ટની જોરદાર તેજી

રાજકોટ, તા.24 મુંબઈ શેરબજારમાં આજે તેજીનો ધમધમાટ હતો ઓલ રાઉન્ડ લેવાલીથી સેન્સેકસમાં 900 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. બેંક શેરોમાં ધૂમ લેવાલી હતી.

શેરબજારમાં આજે માનસ સુધારાનૂું બન્યુ હતું એક પછી એક ચિંતા દુર થવા લાગતા પોઝીટીવ અસર હતી. અમેરિકા-ઈરાન યુદ્ધ ખત્મ થયા બાદ ચોમાસાની ચિંતા પણ હળવી થતા રાહત હતી.

વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી અટકતા તેજીને ટેકો મળ્યો હતો.વિશ્વ સ્તરે ક્રુડતેલમાં ઘટાડાની સાથોસાથ ચલણ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ મજબુત થતો રહ્યો હોવાથી હાશકારો હતો.

જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધવા લાગ્યુ છે. હવે કેટલો વરસાદ થાય છે અને કૃષિક્ષેત્રમાં કેવુ ચિત્ર સર્જાય છે તેના પર મીટ રહેશે.ટુંકાગાળામાં માર્કેટમાં પોઝીટીવ ટ્રેન્ડ રહી શકે છે. જોકે ચાલુ સપ્તાહમાં સળંગ ત્રણ રજાઓને કારણે સાવચેતી જોતા મળે તેવી શકયતા નકારાતી નથી.

શેરબજારમાં આજે ઓરેકલ, ઈન્ડીગો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાયન્સ, યસ બેન્ક, જીએમઆર એરપોર્ટ, એબી કેપીટલ, વીપ્રો, ટાટા કેપીટલ, વારી એનર્જી વગેરેમાં સુધારો હતો. આઈઆરએફસી, હિટાચી એનર્જી, ભારતી એરટેલ, વોડાફોન, પતંગતી નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 907 પોઈન્ટના ઉછાળાથી 77108 હતો. તે ઉંચામાં 77190 તથા નીચામાં 76121 હતો.નીફટી 232 પોઈન્ટના ઉછાળાથી 2456 હતો. તે ઉંચામાં 24090 તથા નીચામાં 23789 હતો.

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સાત પૈસા વધીને 94267 હતો.ડબલ્યુટીઆઈ ક્રુડ 71.67 ડોલર તથા બે્રન્ટ ક્રુડ 75.53 ડોલર હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar