Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેરબજારમાં ધબડકો : સોના-ચાંદીમાં વધુ કડાકો

શેરબજારમાં ધબડકો : સોના-ચાંદીમાં વધુ કડાકો

રાજકોટ તા.23 મુંબઈ શેરબજાર આજે ધડામ થયુ હતું સોના-ચાંદીમાં પણ કડાકો હતો વિશ્ર્વ સ્તરે મંદીનું મોજુ ફરી વળતા લોકલ સ્તરે માનસ નબળુ થયુ હ્તુ. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ એશીયન બજારોમાં કડાકાની અસરે માનસ પલટાઈ ગયુ હતું. આ તકે ભારતમાં સુપર લનીનોની અસરથી ચોમાસું ધારણાથી વધુ નબળુ રહેવાના તથા અનેક ભાગોમાં દુષ્કાળ જેવી હાલત સર્જાવાની ભીતિથી માનસ વધુ ખરાબ થયુ હતું.

આ ઉપરાંત વૈશ્ર્વિક નિષ્ણાંતે ભારતીય શેરબજાર 20 ટકા તૂટવાની આગાહી કરતા નેગેટીવ અસર હતી. તેમના મતે ભારતીય માર્કેટ ઓવર વેલ્યુડ છે. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે યુધ્ધ મોરચે નિરાંત થઈ ગઈ છે.

પરંતુ સંભવીત દુષ્કાળની ભીતિથી માનસ નેગેટીવ બની ગયુ છે. એશીયન-યુરોપ માર્કેટોમાં મંદીનો આંચકો પણ સૂચક ગણવામાં આવતો હતો. હવે ચોમાસાની પ્રગતિ-વરસાદની માત્રા પર મીટ રહેવાનું માનવામાં આવી રહ્યું છે.

શેરબજારમાં આજે અરવિંદો ફાર્મા, લોરસ લેબ, ઝાયડસ લાઈફ, કિર્લોસ્કર ઓઈલ, જેવા શેરોમાં સુધારો હતો. જયારે વેદાંતા, નેલ્કો, હિન્દુસ્તાન ઝીંક, જીંદાલ સ્ટીલ, ઈન્ફોસીસ, રીલાયન્સ, એચડીએફસી બેંક, વોડાફોન, યસ બેંક, સુઝલોન, વીપ્રો, પતંજલી, ટાટા કેપીટલ, જેવા શેરોમાં ગાબડા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 680 પોઈન્ટના કડાકાથી 76413 હતો. તે ઉંચામાં 77194 તથા નીચામાં 76371 હતો. નીફટી 230 પોઈન્ટના ઘટાડાથી 23873 હતો તે ઉંચામાં 24135 તથા નીચામાં 23862 હતો.

બીજી તરફ સોના-ચાંદીમાં કડાકો હતો વિશ્વબજાર કડડભુસ થયુ હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું 94 ડોલર ગગડીને 4097 હતુ. લોકલમાં હાજર ભાવ દોઢ લાખની નીચે ઉતરી 2300 ના કડાકાથી 149100 હતો.રોકડ વ્યવહારમાં 147500 હતો. વાયદામાં 145700 હતો.હાજર ચાંદી 10300 ના કડાકાથી 234200 હતી ચાંદી વાયદામાં 824300 ઘટાડાથી 226175 હતી. કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસા ઘટીને 94.75 હતો. ડબલ્યુ ટીઆઈ ક્રુડ 93.68 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 77.49 ડોલર હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar