Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેરબજારમાં તેજીનો ચમકારો : સેન્સેકસ 300 પોઈન્ટ ઉંચકાયો : પતંજલીમાં કરંટ

શેરબજારમાં તેજીનો ચમકારો : સેન્સેકસ 300 પોઈન્ટ ઉંચકાયો : પતંજલીમાં કરંટ

રાજકોટ તા.16 મુંબઈ શેરબજારમાં એકધારી મંદીને બ્રેક લાગી હોય તેમ આજે તેજીનો ચમકારો હતો. નીચા ભાવે વેચાણ માપણી નીકળતા સેન્સેકસમાં 300 પોઈન્ટનો સુધારો હતો.
શેરબજારમાં આજે શરૂઆત સાવચેતીનાં ટોને થયા બાદ તેજીનો વળાંક આવી ગયો હતો. બપોર સુધી મોટી વઘઘટ રહ્યા બાદ વન-વે તેજી રહી હતી. નીચાભાવે વેચાણ કાપણી ઉપરાંત પસંદગીનાં ધોરણે લેવાલી હતી.

નાણા સંસ્થાઓની ખરીદીએ ભાગ ભજવ્યો હતો.

ક્રુડતેલમાં તેજી અટકતા તથા રૂપિયાની નબળાઈને બ્રેક લાગ્યાની પણ અસર હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટ્રેન્ડ અનિશ્ર્ચિત જ રહ્યો છે પરંતુ એકધારા ઘટાડા બાદ પ્રત્યાઘાતી સુધારો અપેક્ષીત હતી. ટુંકા ગાળામાં હજુ એક તરફી ચાલની શકયતા જણાતી નથી.

શેરબજારમાં આજે પતંજલી, પેટીએમ, મેકસ ફાઈનાન્સ, કોલ્ગેટ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, રીલાયન્સ, યશ બેંક, ટીસીએસ, ટાટા સ્ટીલ વર્લપુલ, જેવા શેરો તૂટયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 300 પોઈન્ટના ઉછાળાથી 74304 હતો તે ઉંચામાં 74505 તથા નીચામાં 73981 હતો નિફટી 109 પોઈન્ટ વધીને 23228 હતો તે ઉંચામાં 23284 તથા નીચામાં 23116 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો સ્થિર હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar