Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સિંહની 'સોલો સફર'! હિંગોળગઢ-રામપરા વધુ કોરિડોર

સિંહની 'સોલો સફર'! હિંગોળગઢ-રામપરા વધુ કોરિડોર

મદાવાદ તા.22 એશિયાટીક સાવજોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણમાં હવે જગ્યા ટુંકી પડતી હોવાથી સિંહે અન્ય વિસ્તારોમાં અવરજવર કરવા લાગ્યા જ છે. રાજકોટ સુધી પણ પહોંચી ગયાના કિસ્સા નોંધાયા છે ત્યારે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા તથા ગુજરાત વન વિભાગ દ્વારા સિંહોના વિહારના 150 કીમી લાંબા કોરિડોરની ઓળખ કરવામાં આવી છે. શેત્રુંજીથી વાયા હિંગોળગઢ થઈને રામપરા સુધી સિંહની 'સોલો સફર'નુ આ કોરિડોર બન્યુ છે.

રાજકોટના હિંગોળગઢથી સુરેન્દ્રનગરના રામપરા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. જે સિંહો માટે વસવાટનું સ્થળ બની શકે છે.

સિંહોની સોલો સફર નવી વાત નથી. નવેમ્બર 2019માં એક સિંહ 100 કિલોમીટરનું અંતર કાપીને રામપરા સુધી આવી ગયો હતો. જો કે, કાયમી વસવાટની સ્થિતિ બની ન હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે નવા વસવાટની શોધમાં આ મુવમેન્ટ હોવાનુ નિષ્ણાંતોનું માનવુ હતું. શેત્રુંજીથી હિંગોળગઢ અને હિંગોળગઢથી રામપરાને સિંહોના સૌથી મહત્વના 11 મુવમેન્ટ કોરિડોર પૈકીના ગણાય છે.

તાજેતરમાં રાજ્યસભામાં સભ્ય પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રના વન-પર્યાવરણ મંત્રાલય તરફથી એવા જવાબ આપવામાં આવ્યો હતો કે વ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ સિંહોની મુવમેન્ટના 11 કોરિડોરની ઓળખ કરી છે તેમાંથી બે પટ્ટા ઘણા મોટા છે અને ગીર ક્ષેત્રની બહારના વસવાટ માટે સિંહોની અનુકુળતા સૂચવે છે.

વન વિભાગ દ્વારા દેખાયાના સાત વર્ષ બાદ શેત્રુંજી-હિંગોળગઢ-રામપરા કોરિડોરની ઓળખ કરી છે. વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટનો અભ્યાસ એવું સૂચવે છે કે સિંહોની વસતી સંખ્યાની દ્રષ્ટિએ તથા ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ પણ વધી છે.

જ્યારે ભવિષ્યમાં ગીરના વિસ્તરણમાં આ કોરિડોર મહત્વનું ક્ષેત્ર બની શકે છે. રાજ્યના પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેન્ટ આજે ફોરેસ્ટ જયપાલસિંઘે જણાવ્યું હતું કે 2019માં પ્રથમ વખત દેખાયાની ઘટના નવા વસવાટની શૌચ સુચવાતી હતી. જસદણ તથા રાજકોટમાં સિંહ દેખાયા હતા. કુદરતી કોરિડોર તરીકે તે વિકસિત થઇ રહ્યા છે. સમગ્ર રૂટ પરની વીડી અનુકુળ છે. આ કુદરતી કોરિડોરમાં કોઇ અતિક્રમણ કે વિઘ્ન ઉભું નહીં થવા દેવાયા.

વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે રામપરા વિરડી-ચોટીલા ઘાસાચ્છાદિન વિસ્તરણ ઉપરાંત નીલ ગાય જેવા પ્રાણીઓ પણ મૌજુદ છે. ખુલ્લી જગ્યાથી સેમી-કુદરતી વાતાવરણ મળે છે.

કેન્દ્ર સરકારે અગાઉ એમ કહ્યું હતું કે એશિયાઇ સિંહો મુવમેન્ટ માટે કુદરતી કે સેમી-કુદરતી કોરિડોરનો ઉપયોગ કરતા હોય છે. ગીર ઉપરાંત મિતીયાળા, પનીયા, ગીરનાર તથા બરડા જેવા ભાગોમાં હાજરી છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહો સમગ્ર સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વિહાર કરવા લાગ્યા હોવાથી કોરિડોરનું મહત્વ ઘણું વધી જાય છે. વર્ષ 2047 સુધીમાં સિંહોનું 'ફૂટકોલ' 50,000 ચોરસ કિલોમીટરમાં થઇ શકે છે જે હાલ 35000 સ્કવેર કિલોમીટરમાં છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar