(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.3 વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસેના સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગરદર્શન જવાના રસ્તે દિગ્વિજય દ્વારની કમ્પાઉન્ડ વોલ પાસેના જાહેર રસ્તા ઉપર આજે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયું હતું અને વિચિત્રતા એ પણ છે કે તે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી આગળ નો રોડ ઊંચો છે અને કમ્પાઉન્ડ વોલ ચણી લેવાયેલ હોઈ જેથી પાણી ત્યાં અટકી જાય છે.
અને રસ્તો જળબંબાકાર લાંબા સમય સુધી રહેશે ગામના લોકો તેમજ સાગરદર્શન અતિથિગૃહમાં ઉતરેલા લોકોને આ ગંદા, ડહોળા અને કાદવ વાળા પાણીમાં ગોઠણ ગોઠણ સુધી ચાલીને સોમનાથ દર્શન કરવા જવું પડે છે ઉપરાંત પડી જવાની પણ ભીતી રહેલ છે આ સમસ્યા વર્ષો જૂની છે છતાં તંત્ર કંઈ નિકાલ કરતું જ નથી આ સમસ્યાનો એક જ ઉકેલ થઈ શકે તેમ છે.
કે સોમનાથ ટ્રસ્ટની કમ્પાઉન્ડવોલ માં એક જાળીવાળો પાઇપ નાખી દે અને તેનું જોડાણ સોમનાથ ટ્રસ્ટની ગટર લાઈન સાથે જોડી દે તો જ આ કાયમી સંકટ દૂર થઈ શકે તેમ છે તેમ માનવામાં આવે છે આજે પાણી ભરાતા નગરપાલિકાનું સ્ટાફ પણ આ સ્થળે આવેલ પરંતુ અસહાય બની પરત ફરેલ છે.

