રાજકોટ, તા.22 સોના-ચાંદીમાં કેટલાંક દિવસોથી શરૂ થયેલો તેજીનો દોર સતત આગળ ધપતો હોય તેમ આજે વધુ ભાવવધારો હતો. રાજકોટમાં હાજર સોનુ 1200ના ઉછાળાથી 1.66 લાખ થયું હતું. વિશ્વબજારમાં ભાવ 4200નું લેવલ કુદાવીને 4605 થયો હતો. હાજર ચાંદી 2.54 લાખે પહોંચી હતી. વૈશ્વિક ભાવ 69 ડોલર થયો હતો.

