Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોરઠમાં આજે પણ મેઘરાજાની સટાસટી યથાવત : માંગરોળમાં 7, કેશોદ-માળીયામાં 4 ઈંચ

સોરઠમાં આજે પણ મેઘરાજાની સટાસટી યથાવત : માંગરોળમાં 7, કેશોદ-માળીયામાં 4 ઈંચ

રાજકોટ તા.2 સોરઠ ઉપર આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર ચાલુ રહી હતી અને સવારે 8થી બપોરે 2-30 સુધીમાં વિવિધ તાલુકામાં 0॥થી 7 ઈંચ વરસાદ ખાબકયો હતો.
સૌથી વધુ માંગરોળમાં 7 અને કેશોદ, માળીયાહાટીનામાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો.

જુનાગઢથી મળતા અહેવાલો મુજબ સવારે 8થી બપોરના 2-30 દરમિયાન માંગરોળમાં વધુ સાત ઈંચ, કેશોદ, માળીયાહાટીનામાં ચાર ચાર ઈંચ ઉપરાંત માણાવદરમાં બે ઈંચ વંથલીમાં દોઢ ઈંચ, જુનાગઢમાં નવ મીલીમીટર, મેંદરડા, સાત મિલી ભેસાણમાં 2 મિલી જયારે વિસાવદરમાં મેઘરાજાનો વિરામ છે.

આ લખાય છે ત્યારે બપોરના 2-30ના સુમારે જુનાગઢમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું હોવાના ભયાનક CCTV સામે આવ્યા છે.

જ્યારે ઓઘડનગર વિસ્તારમાં પણ વરસાદી પાણીના કારણે ખાડો ન દેખાયો'ને ખાબક્યા શહેરના આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની બેદરકારીની ગંભીર પોલ ખોલતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

બાઈક ચાલક ખાડામાં ખાબક્યા બાદ તેને માથામાંથી લોહી નીકળી રહ્યું છે. આ સમયે તે લથડિતા ખાતો પણ જોવા મળ્યો. બાઈક સાથે રહેલી મહિલાએ બાઈક ચાલકને સંભાળ્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે ઊંઘમાં રહેલું આ વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે અને શું તે કોઈ નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહ્યું છે.

ઓઘડનગરમાં ખાડામાં પણ ત્રણથી ચાર લોકો ખાબક્યા આવી જ સમાન પરિસિ્થતિ શહેરના ઓઘડનગર વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં ખરાબ રસ્તાના કારણે ગઈકાલે 1 જુલાઈએ એક જ જગ્યા પર ત્રણથી ચાર લોકો ખાડામાં ખાબક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

એક ભાઈ રસ્તો ક્રોસ કરતા સમયે અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. એ બાદ ત્યાંથી પસાર થતા અન્ય એક મહિલા પણ ખાડાના કારણે જમીન પર પટકાતા જોવા મળે છે. એ જ રીતે ત્યાંથી પોતાના મોપેડ સાથે ચાલીને જતા વ્યક્તિ પર એ જ ખાડામાં ખાબકે છે. આ તમામ ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈને મોટી ઈજા પહોંચી નથી.

કાર આ ઉપરાંત, જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલા જોષીપરા ગરનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોઠણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક મોટરકાર અચાનક ફસાઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar