Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરેન્દ્રનગર મનપામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વેચાતુ પાણી લઇ પીવા મજબુર

સુરેન્દ્રનગર મનપામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વેચાતુ પાણી લઇ પીવા મજબુર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3

તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સુંદરના ભાગે કર્મચારીઓ અધિકારીઓ અને મુલાકાતિઓ માટે પીવાના પાણી માટેની વ્યવસ્થા ના ભાગ સ્વરૂપે ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો હતો પરંતુ ફિલ્ટર પ્લાન્ટ ની અંદરના ભાગે નિયમિત સાફ-સફાઈ ન થતી હોવાના કારણે સેવાડ અને અન્ય જંતુઓ પાણીમાંથી નીકળ્યા હતા જેને લઈને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના આરોગ્ય પણ જોખમમાં મુકાયા હતા.

ત્યારે આ સંદર્ભે હવે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારી પોતે વેચાતું પાણી લઈ અને પીવા માટે મજબૂર બન્યા છે સ્વખર્ચે પોતપોતાની ઓફિસોમાં પાણી મૂકવામાં આવી રહ્યા છે અને પાણીના ઝગ આજથી શરૂ કરી નાખવામાં આવ્યા છે આજના દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ અને આરો પ્લાન્ટ ઉપર કર્મચારીઓ પાણી ન પીતા હોવાનો ઘાટ પણ સર્જાયો છે.

સળગતો સવાલ એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા કરી લીધી પણ મહાનગરપાલિકામાં આવતા અરજદારો માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કોઈ નથી એટલે આરઓ પ્લાન્ટ અને જે પીવાના પાણીનો પ્લાન્ટ મુકવામાં આવ્યો છે તેમાંથી જ મહાનગરપાલિકામાં આવતા અરજદારોને પીવાનું પાણી લેવું પડશે ત્યારે અરજદાર માટે પણ યોગ્ય પાણીની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar