(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7 સુરેન્દ્રનગર શહેરમાં બિલ્ડર ક્ષેત્રમાં જ્યારે હોય વ્યક્તિને એ સમયમાં બિલ્ડર ક્ષેત્રમાં નોલેજ નહોતું તેવા સમયમાં સુરેન્દ્રનગર શહેરમાં બિલ્ડર ક્ષેત્રમાં જમ્પલાવનાર સ્વ તારાચંદભાઈ કેલાને સ્વર્ગવાસ થયો તેને બે વર્ષ થયા છતાં લોકો આજે પણ તેમના જન્મદિવસ અવસરે તેમને યાદ કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે અને પરિવારને પણ ફોન કરી અને આજે તેમના જન્મદિવસ અવસર છે તેવું જણાવી અને દુ:ખની લાગણી વ્યક્ત કરે છે.
આજે તેમના જન્મદિવસને આજે 69માં વર્ષ પ્રવેશ કરે છે ત્યારે ભલે પોતે આ દુનિયામાં હયાત નથી છતાં પણ પરિવારજનોની આંખોમાં અશ્રુભીની આંખે તેમની તસ્વીર જોઈ અને ઈશ્વરને પરિવારજનો તેમના પત્ની કાન્તાબેન તેમ જ પુત્ર હિતેશભાઈ તેમજ પુત્રવધુ જલ્પાબેન તેમ જ પૌત્ર કાવ્યા વિહાન સહિતના પરિવારજનો આજે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમની યાદને તેમના જન્મદિવસ અવસરે પરિપૂર્ણ કરે છે.
આજે વહેલી સવારે ધાર્મિક કાર્યક્રમ સાથે પરિવારજનોએ તેમના જન્મદિવસની યાદ તાજી કરી અને ભીની આંખે ઉજવણી કરી ત્યારે પરિવારમાં અશોક મામા એ જણાવ્યું હતું કે સમાજ માટે આ એક યુગપુરુષ જેવા તારાચંદભાઈ હતા
ત્યારે આજે તેમના માતૃશ્રી પણ તેમના જન્મદિવસ અવતરે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી અને કાંતાબેન હિતેશભાઈ અને કાવ્યા અને વિહાનને પણ આશીર્વાદ આપવામાં આવ્યા છે.

