(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7 સુરેન્દ્રનગર શહેરમાં મોબાઈલ ફોનમાં 'લુડો' ગેમ પર પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 17,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના નિર્દેશ અનુસાર શહેરમાં જુગાર અને અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ખાનગી બાતમી મળી હતી.
બાતમી અનુસાર, બ્રહ્મકુમારી સર્કલ પાસે આવેલી દર્શન ગિફ્ટ આર્ટ દુકાન સામે કેટલાક શખ્સો મોબાઈલમાં લુડો ગેમ પર પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે આ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી 12,050 રોકડા અને 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ 17,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એચ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મુકેશભાઈ ઉતેળીયા, એએસઆઈ નીરદીપસિંહ ઝાલા અને સર્વેલન્સ ટીમના પોલીસ

